લખી શક્યો નહીં
તારી ને મારી વફા હું લખી શક્યો નહીં,
જ્યારે મળી નામના હું લખી શક્યો નહીં.
ખામી હતી કે ખૂબી એજ સમજાયું નથી,
કોણે કરી ધારણા હું લખી શક્યો નહીં.
ભાગી જવું છે? હવે છોડ વાતો આપણી,
એમાં પછી છે વ્યથા હું લખી શક્યો નહીં.
કોણ પછી માનશે વાત સાચી છે ખબર?
નિભાવવાની એ જફા હું લખી શક્યો નહીં.
છે કારણો પણ ઘણાં કાન માંડી સાંભળો,
જાણી છતાં એ કથા હું લખી શક્યો નહીં.
અફવા હતી નામની શું તમે ભૂલી જશો?
સાચી ખબર પણ સદા હું લખી શક્યો નહીં.
આવો અને આવજો રીત જૂની માણજો,
મીઠાસ માણી છતા હું લખી શક્યો નહીં.©
ગાગાલગા ગાલગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૬/૧૧/૧૮