વ્યર્થ હોય જિંદગી તો કોઈ શું કરી શકે,
એકલતાની ભરી અટારીમોજ ભરી શકે,
શબ્દમાં એ રસ રંગ કોઈ ભરી શકે,
જંજાવાતી હોય તો કોઈ તરી શકે.
અજાણ ઓથમાં વિશાળતા વ્યાપી શકે,
ખુલ્લા હોય નભ અને ખગ વિહરી શકે,
મુકામ લખી પહોંચવું કોઈ પહોંચી શકે,
લક્ષ્યને વિધવા એક લક્ષ્યને પામી શકે .
તું લખે તો તુને એ તુજ બની ભુંસી શકે,
વહેતા રહે વાણા ને જીવતર લુછી શકે.
આમતો વહ્યા લુપ્ત બનીને લાજી શકે.
મનરવ કોઈ સ્ફુરે તો કોઈ જુટવી શકે.
-Manjibhai Bavaliya મનરવ