દ્વારે દ્વારે દિવડા પ્રગટ્યાં
બારસાખે તોરણ લટક્યાં
શુભ લાભ સ્વસ્તિક સંગ
રંગોળીથી આંગણ દીપ્યાં
આતશબાજીના તોપમારાથી
આભમાં પણ દીપ ઝળક્યાં
બુલંદ અવાજે ફટાકડાં પણ
ઘોંઘાટના અતિરેકથી ફૂટ્યાં
મગસ સુંવાળી મઠ્યાં ફાફડાં
સહુએ આસ્વાદથી માણ્યાં
પુષ્યનક્ષત્રના શુભ મહુરતે
ખરીદીનાં ટોળાં ઊમટ્યાં
દિવાળીના પાવન પર્વ પર
ખુશીઓનાં સાગર છલક્યાં..
-કામિની