વાક્ બારસ
હાર્દિક અનંત શુભકામનાઓ
વાક્ એટલે વાણી.
વાક્ બારસનું અપભ્રંશ એટલે વાઘબારસ.
વાણીનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે.
માટે વિવેક અને સમજદારી સાથે સંયમિત વાણી બોલવી જરૂરી છે.
વાણીના તપની વાત કરતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે,
"अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्।
स्वाध्यायाभ्यसनं चैव वाड्मयं तप उच्चते।।"
એટલે...
જે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ-જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે.
માતા સરસ્વતી કળા-જ્ઞાન-વિજ્ઞાન અને વાણીના દેવી છે.
આવો દીપાવલી🪔પર્વના આ પ્રથમ દિવસે માતા સરસ્વતીની આરાધના કરી વાણીનું તપ કરી તેને જીવન વ્યવહારમાં ઉતારવાનો શુભ સંકલ્પ કરીએ.
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥