ઋણસ્વીકાર
મારી આ ધારાવાહિક ફક્ત ડૉ.પૃથ્વી ગોહેલના મને લખવા માટે પ્રેરણા પૂરી પાડવાના એના પ્રયાસનું જ પરિણામ છે. એનો મારા લેખનજીવનમાં ખૂબ ફાળો રહ્યો છે. ઘણીવાર અમુક ભાગ લખતી વખતે હું એટલી વાર્તાના પ્રભાવમાં આવી જતી કે, સમજોને કે આંસુ છલકવાના જ બાકી રહ્યા હોય! ઘરના રૂટિન કામમાં પણ પ્રીતિ અને અજય જ સામે આવી જતા. મેં ધારાવાહિક ફક્ત લખી જ નહીં એટલી માણી પણ છે. ધારાવાહિક લખતી વખતે ક્યારેક પરિવાર, તહેવાર, મહેમાન વગેરેને સમય ફાળવવામાં લખવામાં વચ્ચે અમુક દિવસનો સમય એમ વીત્યો કે, હું લખી જ ન શકી એ વખતે મારા પતિદેવ અને પૃથ્વીએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી હતી.
પહેલાં જ દિવસથી અંત સુધી અમુક વાચકમિત્રો છે જે મારી ધારાવાહિકનો ભાગ પ્રકાશિત થાય કે અમુક જ કલાકમાં એ મિત્રો વાંચીને તુરંત પ્રતિભાવ આપતા આવ્યા, એમનો દિલથી હું આભાર માનું છું. કારણ કે, કોઈ પણ લેખન ત્યારે જ સફળ નીવડે જયારે એને વાંચકો મળી રહે.
મારા લેખનને હું હજુ વધુ સારું બનાવી શકું એ માટેનાં અમુક સૂચનો 'ડૉ.પૃથ્વી ગોહેલ' અને 'શેફાલી શાહ' દ્વારા મને મળ્યા હતા. જે મને લખવામાં ખૂબ ઉપયોગી રહ્યા છે. એમનો દિલથી ખુબ ખુબ આભાર.
અને અંતમાં ફરી એકવાર બધા જ વાચકમિત્રોનો આભાર કે જેમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડો સમય મારી આ ધારાવાહિક વાંચવા માટે પણ ફાળવ્યો છે.
Falguni Dost લિખિત વાર્તા "ઋણાનુબંધ.. - 61 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19950217/runanubandh-61-last-part