એક શિક્ષક,,
સદાય હસતુ વ્યક્તિત્વ😊
રમૂજ અને પ્રેમાળ સ્વભાવ.....
રસનામેમ
મારે તેમના હાથ નીચે ભણવાનો અવસર નથી સાંપડ્યો,પણ મારી જીવનરૂપી ક્યારીને ખિલવવામાં તેમનુ વ્યક્તિત્વ પણ મહત્વપૂર્ણ રહ્યુ છે.કદાચ આજે એક શિક્ષક તરીકે નામના મેળવી છે,તે કેડીએ પ્રથમ હાથ જાલનાર વ્યક્તિ એટલે મારા રસનામેમ...મારામાં રહેલ આવડતને જાણી સૌપ્રથમ મારી અંદર રહેલ ડર દૂર કરી વકૃત્વમા સ્ટેટ લેવલ સુધી લઈ જનાર શિક્ષક એટલે મારા રસનામેમ..અને એટલેજ કદાચ આજે શિક્ષક તરીકેની તેમની નિવૃત્તિ ખૂંચે છે..કારણ માત્ર એજ કે આવા શિક્ષક લાખોમાં 1 મળે..જે તમારી નબળાઇ અને આવડત બંનેને ઓળખી, ભોગ આપી ,તમને સદાય હસતા મૂખે ઉપર લાવવા પ્રયત્ન કરે..
રસનામેમ તમારૂ નિવૃત્ત જીવન તમારા પરિવાર અને સ્વજનો સાથે સુંદર, સ્વાસ્થ્યપ્રદ,સેવામય અને સુખરૂપ વીતે.તેવી સહહ્દય શુભેચ્છાઓ 🙏🙏🙏🥰
-Nirali Polara