આજે ભાવનગરના મેઘકંઠીલા રાજ્યકવિશ્રી પિંગળશીભાઈ પાતાભાઈ નરેલાની ૧૬૬મી જન્મજયંતી
નેક નામદાર મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈ નરેલાએ ગોહિલવાડનું રાજયકવિ પદ દીપાવ્યું હતું.
રાજયકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને (સર ટી.)સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની અણમોલ ભેટ મળી છે.
મહાકવિ નાનાલાલ અને ઝવેરચંદ મેઘાણીએ તેઓને "લાસ્ટ મીનસ્ટ્રલ" અર્થાત મધ્યયુગના છેલ્લા સંસ્કારમૂર્તિ ચારણ કહી સંબોધ્યા છે.
પિંગળશીભાઈ પાતાભાઈ નરેલાની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન...😊🙏