Gujarati Quote in Religious by Mukesh Dhama Gadhavi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

॥ જગદંબા સ્તવન ॥

॥ગીત:~સપાખરુ~सुपंखरो॥ - (ડંડકભેદ)

અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા,
આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ .
શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા ,
વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧

નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા,
માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત .
ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા ,
રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨

ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ ,
કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ .
મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં ,
રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩

મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા ,
મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ .
રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે,
નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪

ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી ,
વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ .
મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી ,
પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫

માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત ,
નંદા તું અલક નંદા , મહા નંદા નામ .
ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા ,
હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬

અખીયાત રટુ બાત , હજારીકી અહોરાત ,
ઉમિયા લીંબચ માત , માતંગી ઉદાત .
સમરુ દિવસ રાત , સિકોતર સાક્ષાત ,
હરો ઉત્પાત , રટુ હરસદ માત .~૦૭

આવ્યો બાઝ ઝપટ , કપટ છાજ કળિરાજ ,
સાંભળો અવાજ આઇ,પોકારે સમાજ .
તારો જાજ પુનપાજ , ઉગારો ધરમ તાજ ,
હરસિધ્ધિ રાખો , આજ લાજ હિંગળાજ .~૦૮

વડેચી રવેચી નમુ , નાગણેચી માત વંદુ ,
મઢેચી નવેય ખંડ , ગઢેચી મંડી .
પહાડેચી ડુંગરેચી , લાખણેચી લાગુ પાય ,
ચોટીલે ચાળકનેચી , ચામુંડા ચંડી .~૦૯

માઇ તું સ્થપાઇ , ઓળખાઇ નીત ગર્ય મધ્યે ,
કૃપાળુ બાઇ , તું કનકાઇ કહેવાઇ .
વારાહી તુળજા , ગુણ ગાઇ ભાઇ ભાઇ વાહ .
વંદુ સિંધવાઇ , આઇ દગાઇ વેરાઇ .~૧૦

ત્રહુળેથી શઢ ફટી , બેડલી સાયર તટી ,
તારવા વાણીયે રટી , ઉમટી તરત .
લાવી દયા ત્રમજટી , જગડુને માથે લટી ,
સધી વાણવટી , અટપટી તું શકત .~૧૧

તજી મન ઘેલડી તું , વાત એલફેલડી તું ,
રુદિયે સેલડી , રણ ઘેલડી કુ રટ .
જરી કર્યે ટેલડી , છોડાવે ભવ ઝેલડી જે ,
પ્રભુથીએ પેલડી , માં મેલડી પ્રગટ .~૧૨

મમ્માયા મુંબઇ વાળી , મુંબામાત મરમાળી ,
કાળી કલકત્તાવાળી , ક્રોધાળી કરાળ .
ભુજાળી નેજાળી , મોટા ગજાળી ધજાળી ભાળી ,
બહુચર બાળી , બીરદાળી માં બલાળ .~૧૩

પાવાકી પાળકા , ડુંગરાળ પંચ માળકા ,
અતાળકા પતાળકા , તળાવ તટ આઇ .
માત ગળે ફાળકા , ભ્રેકુંડ મુંડ માળકા ,
કરાળકા જવાળકા , તું કાળકા કેવાઇ .~૧૪

જેણે ખંભે ટાંગી ખોઇ , જોગણીને જાચી જોઇ ,
કરે અરદાસ રોઇ , શિતળાને કોઇ .
પ્રાણ એના અમિ ટોઇ , ઉગારે માં મન પ્રોઇ ,
સમરે હડકમોઇ , રાંગળી સિંધોઇ .~૧૫

શ્રદ્ધા છોળ તરબોળ , સપાખરુ કડી સોળ ,
કરી રચના હિલોળ , આનંદ કિલ્લોળ .
રસ ઝબકોળ "બચુ શ્રીમાળી" ઝકોળ રુદે ,
આઇ ઓળઘોળ , કરું ભાવેથી અતોળ .~૧૬

Gujarati Religious by Mukesh Dhama Gadhavi : 111899446
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now