જેલના દરવાજા ખૂલ્યાં
હાથમાંની બેડીઓ ખૂલી
ટોપલામાં કનૈયાને છુપાવી
ફણિધરનું છત્ર બનાવી
ઘોર અંધારી મેઘલી રાતે
હાલી નીકળ્યા ગોકુલ ગામે
યમુનાજળ ધસમસતાં આવ્યાં
કાનાને નિરખવાં ઊછળવા લાગ્યાં
વાસુદેવની અરજ સુણીને
યમુનાજીએ મારગ દીધાં
શત્રુઓના વિનાશ કાજે
હરિએ આ કામણ કીધાં
યશોદાની ગોદમાં મૂકી કાનાને
ભારે હૈયે વિદાય લીધી
ચરણ રજ શિરે ચડાવી
ગોકુલને અલવિદા કીધી
કુંવર જન્મ્યાની વધામણી ખાધી
નંદ યશોદાએ ઊછામણી કીધી
જન્મ્યો આજ જગનો પાલનહાર
આનંદથી ઊજવે સહુ જનમાષ્ટમીનો તહેવાર…
-કામિની