સવારથી રાત સુધી કોણ એકદમ ચોખ્ખું હિન્દી કે આપણી માતૃભાષા ગુજરાતી આપણે બોલીએ છીએ?
તમને ખબર નહીં હોય કે આપણે ૪૦ ટકા અંગ્રેજી શબ્દો વાણીમાં વ્યવહારમાં બોલીએ છીએ.
આપણા હાથમાં મોબાઈલ છે તેને ગુજરાતી ક હિન્દીમાં શું કહેવાય?
આપણે જે ખુરશી ટેબલ પર બેસીએ છીએ તો આપણી બેઉ ભાષાના શબ્દો નથી.
આપણે બસ કે કારમાં જઈએ છીએ તે આપણી ભાષાના શબ્દો નથી.
આપણે જેના વડે લખીએ તે પેન આપણો શબ્દ નથી.
આપણે જે પગમાં પહેરીએ છીએ તે બૂટ આપણી ભાષાનો શબ્દ નથી.
આપણે દરરોજ મોબાઈલ રિચાર્જ કરીએ છીએ તે વિજાણું (ઇલેક્ટ્રિક) આપણો શબ નથી.
આપણે જે વાચન કરીએ છીએ તે book આપણો શબ્દ નથી.
આપણે રમીએ છીએ ક્રિકેટ કે ફૂટબોલ આપણા શબ્દ નથી.
આપણા ઘરમાં અજવાળું આપે છે,તે બલ્બ આપણો શબ્દ નથી.
તાવ આવે ટેબ્લેટ કે ઇન્જેક્શન લઈએ તે આપણા શબ્દ નથી.
લખવું છે તો ઘણું પરંતુ તમેં સમજુ છો એટલે જાતે સમજી જાઓ ક કેટલું બધું આપણે આખો દિવસ અંગ્રેજી બોલીએ છીએ.
જેમ મમ્મી શબ્દ બોલતાં આપણને જેટલો પ્યારો લાગે છે તેટલો જ માસી શબ્દ પ્યારો લાગે છે.માટે મમ્મી ને કોઈ દિવસ ઘરમાંથી કઢાય નહીં તેમ માસી તમેં જાઓ તેમ કહેવાય નહીં.જેટલી આપણી ભાષા મને વ્હાલી છે,તેટલી અંગ્રેજી પણ વ્હાલી લાગે છે.
અંગ્રેજી એ હવે વિશ્વ ભાષા છે. તેને બોલવી,સમજવી,શીખવી સરળ છે તેટલી બીજી ભાષા સહેલી નથી.
આપણા દેશમાં સોય જેવી વસ્તુનાં કારખાનાં નહોતા તેવા સમયે અંગ્રેજો અહીં વેપાર અર્થે આવ્યા હતા.અને તેઓ આ તકનિકી મશીનરી લાવ્યા. આપણું અનિવાર્ય કોમ્પ્યુટર પણ એ લોકોની જ દેન છે.સુપર કોમ્પ્યુટર પણ એ લોકોની દેન છે. વિશ્વની ૯૦ ટકા શોધ ઇંગ્લેન્ડ, અમેરિકા,જાપાનની છે.
આપણે આ ભાષા અને દેશથી ક્યારેય જુદા થઇ શકીએ તેમ નથી.નામ બદલવા કરતાં તમેં જ બદલાઈ જાઓ તે જ હવે તો સમયની માંગ છે.
::-વાત્ત્સલ્ય
🙏🙏🙏🙏🙏
જય હિન્દ
- વાત્ત્સલ્ય