“જે ભાલે વિધિએ લખ્યું ધન કંઇ થોડું વધારે બધું ,
તે નિત્યે મરુ દેશમાંય મળશે મેરુ ન તેથી વધુ ;
તેથી ધીરજ રાખ, લક્ષ્મીપતિની પાસે ને લાચાર થા,
જો પાણી ઘટમાં સમાય સરખું, કુવે સમુદ્રે થયા.
*****
વિધાતાએ તેના કપાળમાં જે કાંઇ થોડું કે વધારે ધન લખ્યું હશે તે તેને મરુભૂમિમાં પણ મળશે. પરન્તુ મેરુ પર્વત ઉપર પણ તેનાથી વધુ નહિ મળે. માટે ધીરજ રાખ. ખમવાનો પાસે નકામી દીનવૃત્તિ રાખ મા. જુઓ કે મહાસાગરમાં, ઘડો તો એક સરખું જ જળ ગ્રહણ કરશે.