दिवं यदि प्रार्थयसे वृथा श्रमः, पितुः प्रदेशास्तव देवभूमयः।
अथोपयन्तारमलं न रत्नमन्विष्यति मृग्यते हि तत्॥
॥ कुमारसंभवम्, ५.४५ ॥
*વિન્યાસ* प्रदेशा: तव,
अथ: पयंतारम् अलम्,
रत्नम् अन्विष्यति ॥
*ભાવાર્થ* હે ગૌરિ (પાર્વતી)
જો તું સ્વર્ગ મેળવવા માટે પ્રાર્થના (તપ) કરતી હોય, તો તારી આ તપશ્ચર્યા બેકાર જવાની છે, કેમ કે તું જે સ્વર્ગ મેળવવા માટે આ મહેનત કરે છે એ સ્વર્ગ તો તારાં પિતાનું જ રાજ્ય (પ્રદેશ) છે! (એટલે એ તો એમ ને એમ જ તારું છે!)
જો તું પતિ મેળવવા માટે તપ કરતી હોય તો એ પણ વ્યર્થ છે. હીરો (રત્ન) કોઈને શોધવા નથી જતો પણ લોકો હીરાને શોધવા મથતાં હોય છે.
( કુમારસંભવ, ૫.૪૫ )
🙏શુભ શશિદિન!🙏