“જીવનમાં ત્રણ બાબતનો દેખાડો નહી કરવાનો.જો તમે તે વાતોનો દેખાડો કરવા લાગશો કે તરત જ તે વાતોની સત્યતા ધટવા લાગશે.તે ત્રણ વાતો એટલે ઘન, ભક્તિ, અને પ્રેમ.આ ત્રણેય વાતોનો જો દેખાડો કરવામાં આવે તો તેનું મહત્વ ધટવા લાગે છે.
તમારી જોડે ભલેને ખૂબ સંપત્તિ હોય. પણ તેનાથી બીજાને કોઇ મતલબ નથી હોતો.જેવું તમે તમારી સંપત્તિનું પ્રદર્શન શરુ કર્યું કે તરત જ આપનામાં અભિમાન આવવાનું શરુ થઇ જાય છે અને તે આપનાં પતનનું કારણ પણ બનતું હોય છે.
ખરી ભક્તિ દેખાડો કરવામાં નહી પણ દિલથી પ્રભુને યાદ કરવામાં તેમની વાતોને ખરા હ્દયથી માનવામાં છે.દિવસમાં ત્રણ વાર મંદિર ગયા કે લોકોને કહેતા ફરવામાં કે હું આટલી ભક્તિ કરું છું તેનું કોઇ મહત્વ જ નથી .તેવી ભક્તિની કોઇ ઉર્જા તે વ્યકિતના ચહેરા પર જોવા મળતી નથી.
પ્રેમ તો સહુ થી પવિત્ર વાત છે. લોકોને તમારા પ્રેમ પાત્રની વાતો કરવાથી કે જાહેરમાં બૂમો પાડીને બોલવાથી તમારા જ પ્રેમની પવિત્રતા ઘટે છે.
માટે આ દરેક વાતો જેટલી ગૃપ્ત હોય છે તેટલો તેનો પ્રભાવ આપનાં જીવનમાં હકારાત્મક જોવા મળતો હોય છે.
હેમાંગી
જય શ્રી કૃષ્ણ.”
સૌજન્ય What’s Apps
🙏🏻