તરસુ હું તારી આંગળીના ટેરવાનો સ્પર્શ;
પણ એ તો થયો છે હવે મોબાઈલના નામે!
લાગણીઓનો સેતુ જે કદી રચાતો હતો,
એ તો છે હવે વાઈફાઈના બિલના નામે.
જો ને! લાગણીઓ કેવી ચડી છે ગોટાળે!
દેખા દે છે એ માત્ર ફેસબુકની ફીલના નામે.
રસોડાની રાણીના હાથનો જાદુ જે ખોવાયો!
એ તો થયો છે હવે ઝોમેટોના મિલના નામે.
ખોવાયા છે કંઈ કેટલીયે કોયલોના ટહુકા.
એ તો છે હવે ઈન્સ્ટાગ્રામની રીલના નામે.
-પૃથ્વી ગોહેલ