ઊંઘ!
સમસ્યાઓ સામે ન લડવાનો ભાગેડુ વિકલ્પ એટલે ઊંઘ! જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે આપણે એવું માનીએ છીએ કે સૂઈ જઈશુ એટલે એનો સામનો નહીં કરવો પડે. પણ, કેટલીવાર સુધી? ઊઠ્યા પછી તો એ પરિસ્થિતિ, એ સમસ્યાનો સામનો કરવો પડશે ને? કેટલીવાર, કેટલા કલાક સૂઈ રહીને આપણે એની સામે નહિ લડીએ? હા! એ વાત છે કે સૂઈને ઉઠ્યા પછી આપણને એ પરિસ્થિતિ સામે લડવાનો કોઈ ઉકેલ કે રસ્તો મળી જાય કારણ કે ત્યારે મગજ વધુ સારી રીતે વિચારવા સક્ષમ હોય છે. પરિસ્થિતિ સામે લડતા લડતા થાકીને સૂઈ જવું યોગ્ય છે, પણ એનો સામનો ન કરવો પડે એટલે સૂઈ રહીએ તો એ અયોગ્ય છે. સમસ્યાનો સામનો ન કરવા માટે સૂઈ રહેવું એ ભાગેડું વૃત્તિ કહેવાશે અને કોઈ વ્યક્તિ એવું નહિ ઈચ્છે કે એના માટે ભાગેડુંનુ મથાળું લાગે!
-Maitri Barbhaiya