હળવો નાનો એક નાદ મને સંભળાય,
જોવ બધે તો એકજ એ મને દેખાઈ,
ખાલી છે આ જગત એવું મને વર્તાય,
પણ હાજર છે એકજ એ મને દેખાઈ,
માયા રૂપ બની બધું એમ મને ભરખાય,
પણ સત્ય છે એકજ એ મને દેખાઈ,
આશા રાખું ઘણી એમ મને બંધાય,
સાથે રહે છે એકજ એ મને દેખાઈ,
હળવો નાનો એક નાદ મને સંભળાય,
જોવ બધે તો એકજ એ મને દેખાઈ...
મનોજ નાવડીયા