વરસી રહ્યો છે આ વરસાદ અનરાધાર
સાથે છે તારી યાદોનું વાવાઝોડું અપાર
હતું એક ચોમાસું એવું કે
તુજ સંગ ભીંજાઈ હતી હું
ફિકર સમાજની હતી તો યે
બે ઘડી માટે દુનિયા ભૂલી હું
જીવનભરનો તારો સાથ ન હતો
એ એક ક્ષણમાં આખું જીવન જીવી હું
ખબર હતી તું છોડી દઈશ અડધે રસ્તે
પણ તો યે એને આખી સફર માનતી હું
લાગ્યું જાણે તારા પ્રેમના વરસાદમાં
મને કુદરતી વરસાદથી બચાવી રહ્યો તું
એ પછી તો કેટલાય ચોમાસા વીત્યા
પણ,
તારા પ્રેમમાં ભીંજવતો વરસાદ ક્યારેય ન વરસ્યો.
-Mir