વઢીયાર વગડો વ્હાલનો !
--------------------------------
વઢિયાર વગડો વ્હાલનો ભર્યો,,
જુવાર પાકે ઘઉં બાજરી ઘણી.
ભેંસ બળદ ગાય હરિયાળી,
ધરા પકવે ધાન લણી મણિ.
નિર્મળનીર ને નદીઓ વહે,
ઉનાળે વંટોળ ડમરી વરાળ.
ચાર માસનો વગડો વેરાન,
ચોમાસે કપાસ ધાન્યે રસાળ.
ઉદ્યમ કરી ઓટલે બેસી -
વઢીયારી કાકા પૉરો ખાય!
છૈયા છોકરાંઓ ના દાદા
વાતો કહી મૂછમાં મલકાય.
ઢોલ નગારાં રૂડાં ધ્રુબકે વાગે,
ઉત્સવો આનંદે ઉજવાય.
પરણે કુંવારીકાઓ માંડવે,
લાંબા લહેકે ગીતો ગવાય.
ભોળાં આ ભોમના માનવી
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ,
એકજ વિરડે બધાં પાણી પીએ
ગાય ગરબા ભજનની દુહાઈ.
સંધ્યા ટાણે ગૌ ગોરજ ઉડે,
ગોરી વહુના વર ઘર ભણી.
મીઠડાં દૂધ છાસ રોટલા કઢી !
હરખે પીરસે પત્ની છાણી.
છાણ લીંપણનાં રૂડા ઝુંપડે,
રોકાય રાત મે'માન ઘણા,
ઓઢ્યાનાં એ પાથરી દે -
લાજવંતી લે લાલ નાં ઓવરણાં.
- સવદાનજી મકવાણા
(વાત્ત્સલ્ય)
-वात्सल्य