બધું જ હેમખેમ પસાર થઈ જાય એમ કેમ ચાલે....
જીવન એક સીધી લીટી માં સમેટાઈ જાય એમ કેમ ચાલે..
ઘણાં સપનાઓને પૂરા કરવાના આશિષ લઈને બેઠો છું...
પણ હકીકત સામે બળવો ના કરે એ કેમ ચાલે?...
જન્મ સત્ય કે મૃત્યુ? કોણ સાચો જવાબ આપી શકે છે...
પણ જીવન પર જ પ્રશ્નાર્થ ચિન્હ લગાવે એ કેમ ચાલે....
હસે તારી ગણતરી કંઇક વધુ શ્રેષ્ઠ કરવાની હે ઇશ્ર્વર....
પણ એ શિખરે પહોંચવા, ગમતું છૂટે જ એ કેમ ચાલે...
જવાબો તો નક્કી કરી ને જ બેઠો છે સદીઓ થી...
છતાં મને કોયડાઓ અઘરા આપે એ કેમ ચાલે....
ચલાવવા માં ને ચાલવામાં ખાલી સ્વતંત્રતા નું અંતર...
ઇચ્છાઓની પાંખ સામે શરતોનું બંધન આપે એ કેમ ચાલે...
નથી પહોંચી શકવાના તારી પાસે આ હું પણા ના અહંકાર સાથે....
છતાં પ્રયત્નો બધા હું માં જ અટવાઈ ને જ થાય એ કેમ ચાલે...