દિકરા,
તું રહ્યો મારાથી દૂર,
કામના અર્થે થયો છે દૂર,
આટલું મોટું શહેર આપણું,
પણ તારા ભણતર પ્રમાણે નાનું,
એટલે અનિચ્છાએ તેં છોડ્યું,
રોજ તું ફોન કરે ને દિનચર્યા કહે,
તું ફોન મૂકવાનું કહે તો હું રોકું,
અરે ચાલુ રાખ,
મારે તારું કંઈ "કામ" હતું,
ભૂલી ગઈ કંઈ કહેવાનું હતું,
એમ કરીને તારી સાથે,
બે મિનિટ વધારે હું વાત કરી લઉ,
"કામ" છે "કામ" છે કરીને,
થોડો વધારે સમય તારી સાથે મેળવી લઉ,
શું કરું ? "મા" છું બે મિનિટમાં
આવી રીતે ચોવીસ કલાક જીવી લઉ છું.
-Mir