લો તમે
સ્નેહ ધારાને સતત ભીતર વહાવી લો તમે,
પ્રેમથી હ્રદયાસને સાથે વધાવી લો તમે.
વાવણી વેણા હતી પ્રેમે ઉગાડો પ્રેમને,
પ્રેમ સંદેશો પછી હાથે લખાવી લો તમે.
આપવાની ભાવના રાખી અહીં સુખ મેળવો,
મેળવ્યું શું એ ભાવનનાને હટાવી લો તમે .
ચાલવાનું સંગ અઘરું લાગશે પણ ચાલજો,
હાથ ઝાલી પ્રેમથી ઘડપણ નભાવી લો તમે.
ઈશનો આભાર માની રોજ હસતાં જો રહો,
લાગણીના એ તહેવારોને મનાવી લો તમે.
સાથ છૂટે યાદ રૂપે મન મહીં જીવે સદા,
આંખ ભીની થાય ત્યારે તો હસાવી લો તમે.
સાબિતી સાચે જરૂરી પણ નથી, હા પ્રેમ છે,
એજ શબ્દો આજ સોનેરી મઢાવી લો તમે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ