*વેરવિખેર....*
ઘરનો દરવાજો ખોલતાં
ઉંબરા પર જ ઢગલો થઈ ગઈ..
છેલ્લે એક ફોન આવતા...
એમ જ ઉતાવળે
હાથમાં જે આવ્યું તે લઈ
હાફળી ફાંફળી..
જલ્દી પહોચવા
જિંદગીને વેરવિખેર થતી બચાવવા
ઘરને અકબંધ રાખવા ભાગી હતી..
પણ... કિસ્મત
તેની પહેલાં પહોંચી ગઈ
તેના સુખને ડંસવા
તેના ચંદ્રને ગ્રહણ ગ્રસી ગયું..
આજ વર્ષો પછી પાછી ફરી
એકલવાયી જિંદગી..
ને
વેરવિખેર ઘરને વ્યવસ્થિત કરવાં
પણ..
હિંમત દ્વાર પર જ જવાબ દઈ ગઈ
ઓહહહ.
આ ઘર.. હવે એકલાં.. કેમ સંભાળીશ?
એ વિનાશ કેમ ભુલાશે?
પરાણે જાત ઘસેડતી અંદર જઈ
સ્ત્રી સહજ સ્વભાવે
જોતરાઈ ગઈ
અવશેષો સમેટવા..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ