મરજીવાને મોતી મળી ગયાં,
એમ તમે મને મળી ગયાં,
ઉંડે સુધી તરતા ગયાં,
અમે ઘણાં કષ્ટો વેઠતા ગયાં,
તળીયે સુધી પહોંચી ગયાં,
આમ કિમતી મોતી મળી ગયાં,
મોતીને હાથમા લઇ ગયાં,
એને જોઈને કષ્ટો દુર થઈ ગયાં,
મરજીવાને મોતી મળી ગયાં,
એમ તમે મને મળી ગયાં..
મનોજ નાવડીયા