હેજી મારી ઈશ્વર સાથે પ્રીતિ રે...
મોહજાળ માંથી માંડ છુટ્યો હરી રસ પીધો મીઠો મીઠો રે,
જન્મ મરણ ના ફેરા ટળ્યા , ભીડ મારી ભાગી રે,
સંસાર દરીયો ઉડો અપાર નાવ ડગમગ થાતી તી , ગુરૂજીએ આવી નાવ થામી મારગ દીઠો સામે રે..
આવે સાથે તેને લેવા ,આપવું જ્ઞાન અમૃત રે, ન થાવું સ્વાર્થી જગને માટે જીવવું રે,
અંત ઘડી એ ગુરૂ કૃપાથી અમરાપુર જાવું રે,
કાંટાળી કેડ અને મધ દરીયો એક થી બે ભલા જો સંગાથી રે..