વિષ્ણુની વિમાસણ
વિષ્ણુ જાગ્યા ભરનિદ્રામાંથી
બોલી લક્ષ્મી શું થયું નાથ?
મને આવ્યો વિચાર દેવી !
મારે કરવી ભક્ત કસોટી,
દેવી બોલ્યા શા માટે કરવી ?
જુઓ શિખરો મંદિરો તણા
સીમા વટાવી. હિંદની
ન રહી કોઇ નગરી વિશ્વની
નારા જાગ્યા ચારે દિશાઓમાં
તમારું નામ ઝલકે. વિશ્વભરમાં
વિષ્ણુ મુસકાયા મનમાં
લક્ષ્મીને કહે સંદેહ ભાંગે મારા દિલમાં
મને ભ્રમણ કરવા દે. વિશ્વમાં!
ખુદ બ ખુદ નજર ભરી જોવા દે જગમાં ।”
ભાનુ બહેન દેસાઇ.