ત્યારે લાગી આવે...
ઘણું બધું કહેવું હોય અને ચૂપ રહેવું પડે...ત્યારે લાગી આવે,
બસ જોયા જ કરવું હોય અને આંખો મિલાવી એ ન શકીએ... ત્યારે લાગી આવે,
ખૂબ જ અસર હોય એમની આપણા જીવન પર,
એ મળે ને હાથ મિલાવીએ ન શકીએ... ત્યારે લાગી આવે.
જાણતા હોવા છતાંય અજાણ બની જવું પડે...ત્યારે લાગી આવે,
વરસતા વરસાદમાં ભીંજાવું હોય, અને કોરું રહેવું પડે...ત્યારે લાગી આવે,
રોજ એમના નામની એક ગઝલ વિચારીએ,
લખવી હોય કાગળ પર અને કાગળ કોરો રાખવો પડે...ત્યારે લાગી આવે.
ચા અને ચા...હ વગર તો કેમ રહી શકું હું આજીવન,
સામે ચા...હોય અને ચા...હ ની બાધા હોય ત્યારે....
અશોક ઉપાધ્યાય
૨ જુલાઈ ૨૩