વ્યક્તિનું વ્યક્તિત્વ ખોવાઈ જાય, ત્યારે પોતાના અસ્તિત્વની શોધમાં દર બદર ભટકે છે,
પણ અફ્સોસ....
તે આ શોધમાં પોતાની જાતને ગુમાવી બેસે છે. પછી, ધીરે ધીરે કરી, તેનો આત્મ વિશ્વાસ પણ ગુમાવે છે, એની શોધ નિરંતર ચાલુ જ રહે છે. કશું ખૂંટે છે, કશું રૂંધે છે. છતાં ઘણું બધું મેળવી લે છે. તેને બધુ હોવા છતાં પૂર્ણતાનો અનુભવ થતો નથી.
પૂર્ણતાની શોધમાં કયારેક કયારેક રસ્તા, રાહી અને મંજિલ પણ બદલાઈ જાય છે, અને બધું બદલાવાની સાથે એની જિંદગી પણ જાય છે.
આ અધૂરપ જ વ્યક્તિને નિરંતર ચાલવાની હુંફ આપે છે. અને તેને નિરંતર કાર્ય કરવા માટે પ્રેરે છે. છતાં, કયારે એવું બને કે અંજાન રાહો પર ચાલતા ચાલતા રાહી રસ્તો જ ભૂલી જાય છે. અને ભુલભુલામણી ની માયામાં ફસાઈ ને રહી જાય છે.
પોતાનાં લક્ષ્યને ભુલી જાય છે. ક્યાંય ગુમનામીમાં અટવાઈ જાય છે, તેનુ મનોબળ દિવસે ને દિવસે વિસરાતું જાય છે. બધી આશા છોડી દે છે, ત્યાં તેની જિંદગીમાં ચમત્કાર થાય છે. કોઈ જાદુગર માયા રચી, ફરીથી પોતાનાં લક્ષ્યને યાદ કરાવી મદદ રૂપ થાય છે, એ જાદુગર, એ માયાવી બીજું કોઇ નથી હોતુ.. એ તો ઈશ્વરીય દૂત હોય છે. પછી, અંતરમનથી પ્રેરિત થઈને તે ફરીથી પોતાનાં લક્ષ્યને વળગી ને પોતાના વ્યક્તિત્વની શોધ શરૂ કરે છે. આ વખતે તેનો આત્મ વિશ્વાસ પહેલા કરતા વઘુ હોય છે, પછી તેના અનુભવને આધારે વધુ મજબૂત મનોબળ સાથે આગળ વધવાનો નિર્ણય કરે છે. આ નિર્ણય જ તેનું ઘડતર કરે છે.
અનુભવ જ વ્યક્તિનું વ્યક્તિત્વ બનાવે છે,
પછી..
એ જ વ્યક્તિત્વ સ્વની ઓળખ કરાવે છે.
Darshu Radhe Radhe..