વ્યથા એક સ્ત્રીની જાણે ઉકળતું પાણી!
ન તો ઉભરાય બહાર કે ન તો હોય ઠંડું!
ન ઠાલવે એ વ્યથા પોતાની બહાર,
ભલે ઉકળે પોતે અંદરથી,
ક્યારેય ન છલકાય એ બહાર.
ઉડે જેમ પાણીની ગરમી વરાળ બની,
ઉડે સ્ત્રીની વ્યથા પણ માનસિક સમાધાન થકી.
મળે સન્માન કે મળે અપમાન એને!
સમાવી પોતાનામાં સઘળું ય,
સાચવી લે પોતાને કોઈ છૂપી શક્તિથી!
-Mrs. Snehal Rajan Jani