મારાં પ્રિય વાંચકો..
માતૃભારતીનાં લોકપ્રિય મંચ ઉપર હું સતત નવલકથા લખી રહ્યો છું.આપ મારાં પ્રિય વાચકોનો સદાય સહકાર, પ્રેમ અને આશીર્વાદ મળતાં રહ્યાં છે..હું આપ સહુનો ઋણી છું અને શિખર પર સ્થાન આપવા માટે નમ્ર પણે ખૂબ ખૂબ આભાર માનું છું.
આજે મારાં વાચકોની સાથે અંગત વાત કહેવા માગું છું . હું થોડો સમય માટે વિરામ લઈ રહ્યો છું મારી નાદુરસ્ત તબિયત અને નાની સર્જરી થવાની છે. ડોક્ટરે ચુસ્તપણે આરામ કરવા સલાહ આપી છે. જેથી થોડો સમય હું કોઈ રચના આપી નહીં શકું તો માફ કરશો.
ફરી તાજા તંદુરસ્ત તનમન સાથે આપની સેવામાં હાજર થઈ જઈશ એની ખાત્રી આપું છું આપનો પ્રેમ સહકાર ફરી મળતો રહેશે એની અપેક્ષા રાખું છું.
મારી સ્કોર્પિયન, વસુધા.. વસુમાં.. અને સ્ટ્રીટ નં 69 પૂર્ણ થઈ ગઈ છે એને ખૂબ લોકપ્રિય અને પસંદ કરવા માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું.🙏
દક્ષેશ ઇનામદાર. "દિલ'..