જ્યારે મન હારી જાય ત્યારે કંઈક દ્રશ્યમાન હોય,
એ અદ્રશ્ય થઈ ને પણ ભીંતર માં દ્રશ્યમાન હોય..
મને ડગલે પગલે હરતા દેખી હસે છે જગત કેવું!
છતાં, ભીંતરમાં શ્રઘ્ધા રૂપી સાગર દ્રશ્યમાન હોય,
જ્યારે પળેપળ અંદરથી મનસનાં ટુકડે ટુકડાં થાય,
તમસમાં અંતરને સ્પર્શતો શક્તિપુંજ દ્રશ્યમાન હોય..
નિરંતર કર્મો અકર્મોની પ્રબળ વહેતી અવિરત ધારા,
તરી જઈશું પ્રભુના નામની સંપૂર્ણ આસ્થા દ્રશ્યમાન હોય..
જો નિરાશાની ગર્તામાં ઓજલ થઈ આશ છોડી દઈએ,
તો સંપૂર્ણ આશ બની છૂપી શક્તિ ભીંતર પ્રવાહિત હોય..
અપૂર્ણતા ઘણી જીવનમાં હોય છતાં ભરોસો રાખીએ,
એક ઈશના દેવદૂતની હરપળ હાજરી દ્રશ્યમાન હોય!
દર્શુ કહે સમજીને પણ ક્યાં સમજાય છે કોઈને અહીં?!
અત્ર તત્ર સર્વત્ર આદિ પરા શક્તિ હાજરા હજુર હોય..
Darshu Radhe Radhe..