વાત તું આમ ખોટી ના કર,
બોલ તું કૈઈક જેમાં સાર હોય,
રસ્તો તું આમ ખોટો ના ભટક,
જજે તું કૈઈક જ્યાં લક્ષ્ય હોય,
હાથ તું આમ ખોટો ના ઉપાડ,
સંભાળજે તું કૈઈક જ્યાં દુઃખ હોય,
કામ તું આમ ખોટું ના કર,
કરજે તું કૈઈક જ્યાં સત્ય હોય,
પ્રેમ તું આમ ખોટો ના કર,
બાંધજે તું કૈઇક જ્યાં જીવ હોય..
મનોજ નાવડીયા