આજે એક વાત કહેવી છે તને ફરીથી. આમ પણ હું તો તને અહીં જ કહીશ તને.તારા વિના આજકાલ અહીં દરેક સાંજ મને વેરી લાગે છે, જે મને તારાથી દૂર લઈ જાય છે.
પ્રેમ શું છે? ખબર કદાચ તનેય છે અને મનેય છે અને તે છતાંયે આપણે બન્ને એ સંબંધે બંધાયા છીએ. કોઈ કહેશે કે આ ઉંમરે તે પ્રેમ થાય? કોઈ કહેશે કે આવી રીતે તો પ્રેમ થાય? કોઈ વળી કોઈ ત્રીજી જ વાત લાવશે. પણ તારા ને મારા સંબંધોને હું કોઈ નામ નથી આપી શકું એમ અત્યારે... પણ આ સંબંધ એની ઊંચાઇએ જરૂર પહોંચશે એક દિવસ! એની ગૂઢ ઊંડાઈ , એનો ક્યાસ પણ ત્યારે જ નીકળશે. હું રાહ જોઈશ એ દિવસની.ત્યાં સુધી તો હું બસ વ્યસ્ત છું તને પ્રેમ કરવામાં અને એને હુ બહુ જ એન્જોય કરું છું.અને તું પણ બસ આમ જ કરે છે ને!
તારી સાથેનો આ બધો સમય મારા જીવનનો શ્રેષ્ઠ સમય છે અને હું એને બાંધી કે છુપાવીને રાખી તો ના જ શકું એટલે એને જીવી જ લઉં છું. કોણ જાણે ક્યારે આ સમય બદ્લાઈ જાય! બહુ ડર લાગે છે મને તને ગુમાવવાનો.
-