“ઝટ મંગની ….. પટ શાદી “
સોમવારે સામે મળ્યા,મંગળવારે માંગું નાંખ્યું
બુધવારે બાનું આપ્યું, ગુરુવારે ગીત ગાયા
શુક્રવારે સંગ કીધો, શનિવારે સપ્તપદીના ફેરા ફર્યા
રવિવારે રખેવાળીવલીધી
*****
કારતકે કિરણ રેલાયું, માગશરે મહેર કરી
પોષે પોરસ ચડાવ્યો, મહાએ મહાત કર્યા
ફાગણે ફુટ્યા અંકુર, ચૈત્રએ ‘ચિત્ત’ ચોરાયું
વૈશાખે વરદાન માંગ્યું, જેઠે ‘જિંદગી’ જીવવાના કોલ દીધા
અષાઢે આશા પ્રગટી, શ્રાવણે સાકાર થઇ
ભાદરવે ભીતરમાં જોયું, આસોએ અરમાન થયા સાકાર.
*****
આવું છે સાંસારિક જીવન, જેણે જાણ્યું તેણે માણ્યું
બાંધછોડની નીતિ અપનાવો, ચડતી-પડતીને ના ગણકારો
પ્રેમ-ભાવની પ્રેરણા મળશે, સંસાર બંને સુખમય
સૌજન્ય WhatsApp
🙏🙏🙏🙏🙏