આવી પાનખર ને,હું સમજદાર થઈ ગઈ,
ખરે છે પાંદડા ને હું જ પાનખર થઈ ગઈ!
હતું ટેવાયેલું પ્રેમથી પ્રાંગણ મારું ને,
સુકી યાદોની સુગંધ પ્રસરાઈ ગઈ!
કયાં કરું હવે વસંતથી પ્રેમની જીદ,
હવે તો પાનખર સાથે જ અનહદ પ્રિત થઈ ગઈ!!
તારો સાથ માણવા ખરતી રહી ડાળીએ થી,
હવે તો નવી બહારની ઉડામણી થઈ ગઈ !
નથી જોઈતાં હવે કૂંપળ અને પર્ણ તાજા,
વિખરાયેલી જિંદગી હવે "જીજ્ઞા" ફીઝા થઈ ગઈ!
Jigna ✍️