સમય હારે હોય કે વિરુદ્ધ
બસ, તું હારે જોય છે શામળિયા......
સુખનો છાંયડો હોય કે દુઃખનો વરસાદ
બસ, તું હારે જોય છે મારા વાલીડા......
રાતનું અંધારું હોય કે દિવસનો અજવાસ
બસ, તું હારે જોય છે મારા વિઠ્ઠલા......
મારા જીવનની દરેક ક્ષણોમાં
બસ, તું હારે જોય છે મારા કાનુડા....
મારા જીવનની એકલતા હોય કે ભીડ
બસ, મને તું જ મારી હારે જોય છે મારા બાપલીયા......
યોગી
-Dave Yogita