સુપ્રભાત મિત્રો! વરસોથી કાળ કર્મે માનવી સમયચક્રમાં ફસાતો આવ્યો છે અને આ ચક્રમાં ફસાતો રહેવાનો છે. આ સમયચક્ર ચાલતું આવ્યું છે અને ચાલતું રહેવાનું છે.
ચલો, એક ચક્કર આધ્યાત્મિક જગત તરફ મારીએ. હા, આજે મને એક વિચાર આવે છે કે સમયચક્રની બહાર, પણ એક દુનિયા હશે??? એ કેવી હશે?? જેને આપણે સ્વર્ગ અને નર્ક તરીકે ઓળખીએ છીએ એ તો ક્યાંક સમયચક્રની બહાર ની
દુનિયા નહિ હોય ને? આ તો મારો વિચાર છે.
વિચાર તો કરો કે આ દુનિયાની બહારની દુનિયા કેવી હશે? જ્યાં સમયની કોઈ પાબંધી નહિ હોય, જ્યાં તમારું શરીર પણ સાથે નહિ હોય. એક બીજાનો આત્મા એકબીજા સાથે રહેતો હશે. શરીરની માયા મૂકી દઈએ એટલે નહિ કોઈનો ડર, નહિ કોઈ પર હુકમ, નહિ કોઈ રોકવાવાળું નહિ કોઈ ટોકવા વાળું.
અહીંથી સમ્યચક્રની પારની દુનિયામાં પહોંચીએ એટલે બસ,આપણા કર્મ પ્રમાણે આપણો વિભાગ નક્કી કરી દેવામાં આવ્યો હશે. કોઈ સીમાડા નહિ હોય. ક્ષિતિજની પહેલીપારની દુનિયા જે સમયચક્રની બહારની દુનિયા કંઇક તો અલગ જ હશે.
ક્યારેક,ના....ના..ક્યારેક નહિ હમેશાં, મારું મન સમયચક્રની દુનિયામાં જવા માટે પણ લલચાય જાય છે. કેમકે, મેં સાંભળ્યું છે કે તું એ દુનિયામાં હોઇશ, જેની કલ્પના હું વરસોથી કરી રહી છું. જેના એક હાથમાં શંખ શોહે છે,બીજા હાથમાં ચક્ર શોંહેછે,ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં પદ્મ શોહે છે. કેવો હશે આ પરમાત્મા જેનું વર્ણન શાસ્ત્રોમાં આ રીતે કરવામાં આવ્યું છે. નિરંજન નિરાકાર જે મને રોજ મળવા આવશે. જેને હું જોઈ શકીશ. મળી શકીશ.... આ વિચાર જ મને ત્યાં પહોંચાડી દે છે જ્યાં તું છો...
એટલે હું મારા લેખમાં લખું છું કે
" મને મરણ પણ મંજૂર છે,
જો તું ત્યાં હોય...."
હા, અત્યારે તો આપણે ફરી આ દુનિયામાં પાછા આવી જઈએ. કેમકે, રહેવાનું તો અહીં જ છે. આ સમયચક્ર માંથી ઉગારતો કોઈ હોય તો એ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી કનૈયો છે. જે આપણને આ સમયચક્રમાં સલામત રાખે છે. આપણો સારો નરસો સમય સાચવે છે.
તો આ કાનાને યાદ કરી એનું પ્રિય ભજન યાદ કરી લઈએ.
"શંખ, ચક્ર, ગદા, પદ્મધારી કનૈયા,
તું મારી વારી ચડજે કનૈયા....
વારે તો ચડ્યાં મીરા તે બાઈને,
ઝહેરના અમૃત કીધાં કનૈયા....
વારે તો ચડ્યાં શકુ તે બાઈને,
પાણીના બેડલા ભર્યા કનૈયા....
વારે તો ચડ્યાં કુંવર બાઈને,
મામેરા એના ભર્યા કનૈયા.....
વારે તે ચડ્યાં નરસિંહ મહેતાને,
હૂંડી કોરે કોરી સ્વીકારી કનૈયા....
વારે તો ચડ્યાં ધ્રુવ પ્રહલાદને,
ભક્તોની વારે ચડ્યાં કનૈયા...
વારે તે ચડજે આ તારા ભક્તને
દુઃખ અમારા હરજો કનૈયા....."
યોગી