હું કહું પછી તો બધા સમજે જ છે,
પણ મારુ મૌન તું સમજે છે ને?
જાજી નહીં રાખી કોઈ અપેક્ષા,
પણ અંત ઘડીયે તું આવીશ ને?
તારી ગુનેગાર તો છું અને રહીશ,
પણ પરિસ્થિતિ જાણીને માફ તું કરીશ ને?
દોસ્ત! સાથ તો જીવનભરનો ન આપી શકી,
પણ સંબંધની લાજ તો તું રાખીશ ને?
-Falguni Dost