સમજાતું એ નથી કે,
જાગતા તું સામે હોય,
ઉંઘતા તું બાજુમાં હોય,
મારા સમાચારપત્રની સાથે ચાની ચુસ્કીમાં પણ તું જ હોય,
ઓફિસના લંચમાં મારો છાશનો ઘૂંટડો પણ તું હોય,
સમી સાંજે ક્યાંક લટારમાં પણ તું હોય,
રાત્રે જમતાં ખીચડીમાં કઢી તું હોય
ને સ્વપ્નાંમાં પણ તું જ તું......
- સ્પંદન