જંગલમાં જઈને એક ધામ જોયું છે
મેં વાંકાનેર નજીક એક ગામ જોયું છે
રતનપર ટેકરીએ મારું શ્રદ્ધા કેરું ગામ જોયું છે
મારો જડ્યો સાક્ષાત બિરાજે
એ "જડેશ્વર" ધામ જોયું છે
જોટો તમને ના જડે ક્યાંય એવો
કેમકે મારો જડ્યો અહીઁ સાક્ષાત બેઠો
નામ મહાદેવનું લેતા મન હમેશાં હરખાય
દુઃખ હરાય દુઃખીઓના અને ભક્તો પાવન થાય
દોહો....
જડ્યો જંગલમાં વસે,ઘોડાનો દાતાર
ત્રુઠો રાવળજામને,હાંકી દીધો હાલાર.....
સૌરાષ્ટ્રમાં મોરબી નજીક વરસોથી જડેશ્વર મહાદેવ રતન ટેકરી પર બિરાજે છે. જડેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ ભવભવના પાપ દૂર થાય છે. જંગલની વચોવચ વાંકાનેર ગામની નજીક આ ટેકરી આવેલી છે.
આપ બધાંની સમક્ષ વરસોથી ગવાતું અને જડેશ્વર મહાદેવનો ઇતિહાસ અને એમનો મહિમા દર્શાવતું એક ભજન રજૂ કરવા માંગુ છું.
આજે મેં તો જોયું જંગલમાં એક ધામ,
હારે એનું દાદા જડેશ્વર નામ
હારે એને ફરતી છે ઝાડિયો તમામ,
હારે એનું દાદા જડેશ્વર નામ
ભસ્મ લગાવીને ભોળો બિરાજે,
આરતી નગારાને શંખનાદ વાગે
હારે એ તો દુઃખિયા તણો વિશ્રામ
હારે એનું દાદા જડેશ્વર નામ
ભગે ભરવાડે મસ્તક કાપ્યું,
પડતીતી લોહીની રાતી રે શેરિયું
હારે એ તો રહેતો તો અણીટિંબા ગામ
હારે એનું દાદા જડેશ્વર નામ
આંખ ઉઘાડીને દાદાએ જોયું
ભક્ત ઉપર એનું મનડું જ મોહ્યું
હારે એને સર્જવ્યો રાવળજામ
હારે એનું દાદા જડેશ્વર નામ
શ્રાવણ મહિનામાં ભૂદેવો આવતા
મનગમતાં ભોજન એ તો જમતા
હારે એને દેવા પડતાં નથી દામ
હારે એનું દાદા જડેશ્વર નામ
શ્રીકૃષ્ણપ્રતાપ ભ્રમ ગુરુ અમારા
શરણમાં રાખજો સદાય તમારા
હારે નહિતર રહી જાશે હૈયામાં હામ
હારે એનું દાદા જડેશ્વર નામ
અજ્ઞાની બાળકે ધૂન ઉચારી
ભૂલચૂક હોય તો લેજો સુધારી
હારે ધન્ય ધન્ય કૈલાસ જેવા ધામ
હારે એનું દાદા જડેશ્વર નામ
મહાદેવ હર🙏🙏🙏🙏🙏
યોગી