“વિચાર કણીકા”
1) વૃધ્ધાશ્રમ અને તેને અમલમાં મૂકનાર કોઇ સમાજ સેવક હશે,
અથવા તો પરિવારથી તિરસ્કાર પામેલ વ્યક્તિ હશે.
2) અવસ્થાના આસન ઉપર બિરાજમાન મા-બાપને યાત્રા ન કરાવી
શકો તો વાંધો નહિ, પરન્તુ લાગણીસભર વાણી, વર્તન અને વ્યવહારથી
લાલન પાલન કરશો તો યાત્રા કરાવ્યાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત કરી
અંતરના આશિષ પામશો.
3) અન્ય માટે શંકા-કુશંકા રાખી જીવતા માનવી જીવનમાં ક્યારેય કોઇને પોતાનો
કરી શકતા નથી.
4) दगा किसीका सहा नहीं है, बात सही है, लेकिन सगा जो दगा करता करता है
वैसा कोइ नहीं कर सकरता |
5) સમયને સમજીને ચાલતો માનવી સંબંધોને સમજી શકતો નથી, પરન્તુ સંબંધોને
સમજીને ચાલનારો માનવી સમયને જરૂર સમયને સમજી શકે છે.
6) અહંકારના આભ તળે જીવતો માનવી ક્યારેય વહાલના વાદળમાંથી વરસતા
વરસાદને માણી શકતો નથી.
7) હૈયામાં હામ હોય અને ખીસ્સામાં દામ હોય છતાં જીવન અસંતોષી લાગે છે.
8) અદેખાઈના આભલામાં જોઇને જિંદગી જીવવા કરતાં અરમાનોના આભલામાં
જોઇને જિંદગી જીવવાથી ખુશી સાથે સંતોષ મળે છે.
9) પરફ્યનમની સુગંધ અલ્પ સમય સુધી રહે છે, જ્યારે સંસ્કારની સુગંધ આજીવન
રહે છે.
………….વિચાર કણીકા સંગ્રહ. 🙏