पुरोत्पीडे तडागस्य परीवाहः प्रतिक्रिया | शोकक्षोभे च ह्रदयं प्रलापैरेव धार्यते ||
વિન્યાસ -- प्रलापै: एव।
ભાવાર્થ -- જ્યારે કોઇ તળાવ પુરથી છલોછલ ભરાઇ જાય અને હવે તેમાં જરા પણ પાણી સમાય એમ ન હોય ત્યારે એનો એ જ ઉપાય છે કે એમાંથી એક નાળું કે નહેર કાઢીને વધારાનાં પાણીને વહેવડાવી દઇ નિકાલ કરી દેવામાં આવે. બસ આ જ રીતે જો હૃદય પણ શોક કે કશાક અઘટિતથી ખળભળી ઊઠ્યું હોય તો ખૂબ રડી લેવાથી કે પછી ગમે તેની કને ઊભરો ઠાલવી દેવાથી શાંતિ મળે છે.
🙏શુભ સૂર્યવાર!🙏