૧) સંબંધોનું ધ્યાન રાખો, બધા વચ્ચે આદર અને પ્રેમ વહેંચો.જીવન ક્ષણિક છે,એનો અંત ક્યારે આવશે તેની તમને ખબર પણ નથી તો આનંદ કરો, અને હંમેશાં આનંદમાં રહો.
૨) જીવન બહુ મુલ્ય છે. એકવાર મનુષ્ય અવતાર મળ્યો છે,એ ફરી પાછો ક્યારે મળશે એની
દ્વિધામાં પડ્યા વગર તેને માણતા રહો.
૩) જીવનમાં સગાં-સ્નેહીઓ, પરિવારજનો દર વખતે એજ મળે એ જરૂરી નથી, પરન્તુ જે મળ્યા છે તેમને સાચવી રાખો.
૪) મનુષ્યને સ્વભાવ ગમે તેવો હોય, પરંતુ એનો સ્વભાવ જ એને લોકોમાં પ્રિયબનાવે છે.
૫) જીવનમાં જે સોનો પ્રેમ સંપાદિત કરી શકે છે,તેજ વ્યક્તિ મર્યા પછી પણ લોકોના દિલમાં
વસી જતા હોય છે.
🙏