પછી
ઓથ મળશે આશ સેવી કાયમી તોયે પછી,
આપ ટેકો એમ ઈશ્વર માંગવું સાચે નથી.
હાથ જોડી થાય આગળ બે કદમ ત્યાં એકલાં
આળ મૂક્યું સાબિતી આપી શકે આવી અહીં?
જે અતળ છે એજ તારે માપવાની જીદ ત્યાં,
કેમ સમજાવું તને મુશ્કેલ છે, સમજણ પડી?
એક ઠોકર વાગતાં તો લડખડાતી ચાલ ને,
છે સહારો ત્યાં કવિતાનો ઉભો કરશે ફરી.
હાથમાંથી તક જશે પણ ભાલ પરથી જાય ક્યાં?
છીનવાઈ જાય કિસ્મત એવું થાશે તો નહીં.©
કાજલ
કિરણ પિયુષ શાહ