એક પીછું અડકિયું જોને અંગે...
થોડી યાદો આવી આંસુ સંગે...
વસંત નો એ મીઠો તડકો...
બગીચો ભરેલો ને સુનો એ બાંકડો...
શરૂઆત કરો ખીલવાની છોડે...
થોડી લાગણીઓ કંઇક જૂનું ખોળે...
ફાગણ ની ફોરમે મહેકાવ્યો વાયરો...
ને પુસ્તક ની વચ્ચે મહેક્યો પેલો વાયદો...
એક થઈ ને ગુંજે પક્ષીઓ નો કાફલો...
ભીતર કલબલાટ સાથે માણું થોડો ખાલીપો..
-Tru...