ઓ બુંદ તું આટલી નાજુક કેમ
તને જોવા માત્ર થી મન બને શાંત
અડકે જો કોઈ તને તો શરમાઈ ને સરી પડે
ધરતી ના પાલવે... ને સમાય જાય ધરા ને ખોળે
ક્યારેક બને તું મોતી સરીખી માળા ને
પરોવાઈ ને બેસે પાંદડા ની કોરે
તારી આ શાંત પ્રકૃતિ ઠારે તરસી ધરા ને
જ્યારે ટપકે તું ટપક ટપક
-Shree...Ripal Vyas