*મેલડી મા* લેખ, ગદ્ય
૬-૩-૨૦૨૩ સોમવાર
મેલડી મા વિશે મેં લોકવાયકા સાંભળી છે એ કેટલાં અંશે સત્ય છે એ નથી ખબર પણ મેલડી મા ની ઉત્પત્તિ આ રીતે થઈ છે લોકવાયકા અનુસાર..
એક વખત બધી દેવીઓ સરોવરમાં સ્નાન કરતાં હતાં ત્યારે એમનાં શરીર પરના મેલમાંથી એક પૂતળું બનાવ્યું ને દેવીઓએ એ પૂતળાં માં એક બ્રાહ્મણ ની દિકરી નો જીવ ભટકતો હતો એ જીવ ને એ પૂતળાં માં મુકયો એટલે પૂતળું સજીવન થયું ને દેવીઓને પુછ્યું?
મારો ઉદ્દેશ શું?
ને મારું નામ?
દેવીઓએ કહ્યું કે અમારાં મેલમાંથી ઉત્પન્ન થયા એટલે મેલડી તરીકે જગપ્રસિદ્ધ બનશો ને કળિયુગમાં તમારાં ભકતો વધુ હશે..
આમ કહીને બધીજ દેવીઓએ પોત પોતાની શક્તિ આપી..
આમ મેલડી મા પ્રગટ થયાં એવી લોકવાયકા છે...
મેલડી મા નાં આઠ હાથ છે ને એમનું વાહન બકરો છે..
આજે તો મેલડી મા નાં ઠેક ઠેકાણે મંદિર બન્યાં છે ને એમની પૂજા કરનાર વર્ગ પણ મોટો છે..
ક્યાંક મસાણી મેલડી મા તો ક્યાંક જાગતી મેલડી મા તો ક્યાંક રાજા મેલડી મા તો ક્યાંક માવતર મેલડી મા... જેવાં જેનાં કામ થયાં ભકતોએ મા ના નામ અલગ અલગ રાખ્યાં...
સચાણા માં મેલડી મા છે ત્યાં એવું કહેવાય છે કે તમે મનથી બાધા રાખો તો એ કાર્ય પૂર્ણ થાય છે..
ખેડા નાં મેલડી મા જે ગામેગામ જાણીતાં છે.. જીવણ ની મેલડી મા તરીકે પણ જગતમાં ડંકો વગાડ્યો છે..
કડીમાં મહેલમાં મેલડી મા નું મંદિર છે ને જેવી ભાવના એવાં સ્વરૂપે મળે છે..
જેવી શ્રદ્ધા તેવું ફળ પ્રાપ્ત થાય છે..
આજે તો દરેક જ્ઞાતિના લોકો મેલડી મા ને પૂજે છે...
જય મેલડી મા... 🙏
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖