ના પૂછો કે કેમ છે?
સાચું કહી નહી શકુ ને
જુઠ્ઠુ બોલી નહીં શકુ.
ના પુછો કે કેવા હાલ છે?
હાલત હું બતાવી નહીં શકુ
ને એને છુપાવી નહીં શકુ.
ના પુછો કે આંખો રાતી કેમ છે?
તમારી આગળ હું રડી પણ નહીં શકુ ને
વહેતાં આંસુને રોકી પણ નહી શકુ.
ના પૂછો કે એકલા કેમ છો?
તમારી સાથે રહી નહી શકુ ને
એકલતા સહી પણ નહી શકુ.
મીરાં
-Bhavna Chauhan