🌹મા🌹
મા મારી મીઠી મીઠી ઓ માઁ.....
તારી કરું હું સેવા તારી,
માતા તું મારી હું દીકરી!
ઓ.. ઓ... ઓ..
તારી કરું હું સેવા તારી !:
મા મારી..... (ટેક)
મારી માતાને ફૂલડાં ધરું!
ફૂલડાં લઈને આરતી કરું!
ઓ.. ઓ... ઓ..
તારી કરું હું સેવા તારી!
મા મારી....
જગમાં જડે ના તારો જોટો !
ક્ષિર સાગર ભર્યો જલધિ મોટો!
ઓ.. ઓ.. ઓ..
તારી કરું હું સેવા તારી!
મા મારી....
- વાત્ત્સલ્ય