ગુલાબી થંડીમાં એક હુંફાળી ચા મળી જાય,
ચા સાથે તમારો બસ એક સાથ મળી જાય,
તમને જોયને આ તડપતુ મન ખીલી જાય,
મન સાથે તમારો બસ એક સાથ મળી જાય,
વાતો કરતાં કરતાં આ નાદાન હ્દય મળી જાય,
હ્દય સાથે તમારો બસ એક સાથ મળી જાય,
હુંફાળી ચા પીયને તમારો એક નશો ચડી જાય,
નશા સાથે તમારો બસ એક સાથ મળી જાય,
ગુલાબી થંડીમાં એક હુંફાળી ચા મળી જાય,
ચા સાથે તમારો બસ એક સાથ મળી જાય..
મનોજ નાવડીયા