આજે પ્રોમિસ ડે
પ્રોમિસ.. વચન.. વાયદો...
જો કોઈને પ્રોમિસ આપો, તો સંભાળીને આપજો કારણકે જ્યારે એ તૂટે ત્યારે વિશ્વાસની સાથે સાથે વ્યકતિ પણ તૂટી જાય છે. દુનિયામાં કેટલાય લોકો એવા હોય છે કે જે હરખપદુડા થઈને પ્રોમિસ આપી દેતા હોય છે. અને જ્યારે એની કિંમત ચૂકવવી પડે ત્યારે બેશરમ થઇ વાયદા તોડી નાખે છે. પછી, સફાઈ આપતા ફરે છે કે, "હું ક્યાં સત્યવાદી હરિશ્ચંદ્રની ઓલાદ છું.?"
વચન એટલે જ અપાય છે કે વ્યક્તિને મૂરખ બનાવી પોતાનો સ્વાર્થ સાંધી શકાય.. અહીં બધા વફાદાર નથી હોતા..
બી અવેર.. પોતાની ખુશીઓના દાવેદાર બીજાને ના બનાવો..
બી અવેર.. કોઇની પર આસાનીથી ભરોસો ના કરી લો..
બી અવેર.. અહીં બધા જ સ્વાર્થના સંબંધ છે..
જો કોઈને વચન આપવું જ હોય, તો ખુદને આપો.
********
હું વચન આપું છું કે હું હંમેશા મારી જાતને ખુશ રાખીશ..
હું વચન આપું છું કે મારી ખુશીઓનું કારણ હું પોતે જ હોઈશ..
હું વચન આપું છું કે હું હંમેશા મારી જાત પ્રત્યે વફાદાર રહીશ..
*********
Happy Promise Day 💕❤️💕
Darshana Radhe Radhe✍️